કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવતી સુપીમ કોર્ટ.
વર્ષ ૨૦૧૬માં માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની સરકાર દ્વારા નોટબંધી જાહેર કરવામાં આવેલ. અર્થાત, ચલણમાં રહેલ ચલણી નોટો બેન્ક શિવાય કોઈ ન સ્વીકારે તેવો નિર્ણય જાહેર કરવામાં આવેલ. સરકારનો મુખ્ય ઉદેશ કાળું નાણું, ખોટી ચલણી નોટો, આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાય રહેલ નાણાં, ટેક્સ ચોરીના નાણાંને નિયંત્રિત કરવા હતો. જયારે લોકો પોતાની સાચી આવાક નથી બતાવતા ત્યારે તેને કરન્સી નોટ તરીકે સંગ્રહિત કરતા હોય છે, ઉપરાંત ભારતની ચલણી નોટો પૈકી ખોટી નોટો પણ ચલણ માં ફરવા લાગી હતી, તેને પણ નિયંત્રિત કરવાનો નીર્ધાર કરવામાં આવેલ, આ ઉપરાંત આપણા જ પૈસાનો ઉપયોગ આપણા જ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં વાપરવામાં આવી રહ્યા હતા, જેના ઉપર નિયંત્રણ મુકવા નોટબંધી જાહેર કરવામાં આવેલ. ઈમાનદાર કરદાતા કે નાગરિક આ નોટબંધી થી અત્યંત ખુશ થયેલ. તેઓ ને પોતાના ઈમાનદાર હોવાનું ફળ દેખાવા લાગ્યું. લોકોને કાળું નાણું રાખવું કેટલું મુશ્કેલ બને તેનો ભાસ કરાવવામાં આવેલ. એવું બિલકુલ નથી કે, કોઈ મોટી ડીલ થઇ હોય આ દરમિયાન અને તેના નાણાં બેન્ક માં ડિપોઝીટ કરતા તકલીફ પડી હોય, મોટી રકમ કોઈ એ ડિપોઝીટ કરેલ હોય આ દરમિયાન તો પણ તેના વ્યાજબી કારણો હોય તો તેવા વ્યવહારોને પણ માન્ય રાખવામાં આવેલ. નોટબંધી થી આખા અર્થતંત્રનું નવીનીકરણ થયું. અર્થતંત્ર મજબૂત બન્યું, આતંકી પ્રવૃત્તિ ઉપર લગામ લાગી, આતંકવાદી પ્રવૃત્તિ કરનાર આપણા જ પૈસા આપણા દેશમાં અરાજકતા ફેલાવી રહ્યા હતા, દેશની ચલણી નોટોને છાપી ને, જેના ઉપર લગામ લાગી. જે રીતે નોટબંધી જાહેર કરવામાં આવેલ, સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યાજબી ઠેરવવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી માટે ના વ્યાજબી કારણો રજુ કરવામાં આવેલ. અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલ છે કે નોટબંધીનો સરકારનો નિર્ણય વ્યાજબી. દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં નોટબંધીનો ફાળો રહ્યો છે. અને સુપ્રીમ કોર્ડ દ્વારા આ કામગીરીને વ્યાજબી ઠેરવવામાં આવેલ. નોટબંધી ને પડકારતી અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની નીતિ અને નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો