ભારત દેશ અગમચેતી સ્વરૂપે તથા આંતરાષ્ટ્રીય અર્થતંત્ર બહુ પ્રભાવિત ન કરી શકે એવી દૂરંદેશી થી "મેક ઈન ઇન્ડિયા" ના સ્વાવલંબી વિચાર થી આગળ વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૪ માં માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની ભારત સરકાર દ્વારા "મેક ઈન ઇન્ડિયા" નો વિચાર અમલી બનાવામાં આવેલ. અમેરિકા કમ્પનીઓ (સિસ્કો, માઈક્રોસોફ્ટ, અમેરિકન એક્સપ્રેસ, કોકાકોલા, મેક. ડોનાલ્ડસ, ફોર્ડ, ગુડયર), જાપાની કમ્પનીઓ (સુઝુકી, મિતશુબિશી મોટર્સ, યામાહા, ટોયેટો, હોન્ડા, નિશાન), યુનાઇટેડ અરબ અમીરાત (યુ.એ.ઈ) કમ્પનીઓ (એમાર, એન.પી.સી.સી, ટાકા, ડી.પી વર્લ્ડ), જર્મની કમ્પનીઓ (ડેમ્લેર, મર્ક, બેયર, વોલ્સ વેગન, સેપ), ફ્રાન્સની કમ્પનીઓ (રાફેલ, સેન્ટ ગોબેન, કેપગૅમીની, પી.એસ.એ, સ્નાઈડર ઇલેક્ટ્રોનિક્સ, રિનોલ્ટ) જેવી કમ્પનીઓ એ પોતાનું પ્રોડક્શન ભારતમાં શરુ કર્યું. આ ઉપરાંત સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત અનેક એવી વસ્તુ નું ઉત્પાદન ભારતમાં થવા લાગ્યું જેના કારણે ભારતની જરૂરિયાત માટે ભારતએ બહાર થી આયાત ન કરવી પડે. વિશ્વસ્તરે ભારત એક મોટું બજાર છે, અને ભારત ની જરૂરિયાત ભારતમાં જ સંતોષાઈ તેવું ઇન્ફ્રાસ્ટ્રકચ ઉભું કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. અને માનનીય નરેદ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં "સ્વાવલંબી", "મેક ઈન ઇન્ડિયા", અને "સ્ટાર્ટ અપ ઇન્ડિયા" ને કારણે ભારતના અર્થતંત્ર ને ૨૦૨૩ ની સંભવિત વૈસ્વિક મંદીથી બહુ ફરક નહિ પડે. પણ ભારત ઉત્પાદકો અને કમ્પનીઓ ને વિશ્વસ્તરે વ્યાપારની તક ઉજળી બનશે.
ચાઇના નો ગ્રોથ કોરોના ને કારણે ધીમો પડ્યો છે, ભારતમાં વેક્સિનેશનની સફળતાને અનુંઅંધાને કોરોનાની ગંભીર અશર ૨૦૨૨ કે ભવિષ્યના વર્ષોમાં જોવા નહિ મળે, પણ ચાઇના અતિયારે પણ ગંભીર કોરોના સંક્રમણ થી પીડાઈ રહ્યું છે, જે વિશ્વસ્તરે ભારતીય ઉત્પાદકો અને બજારો માટે રેડ કાર્પેટનો માહોલ ચોક્કસ ઉભો કરશે.
મંદીના એંધાણ કે સંભાવના જયારે દેખાઈ રહી હોય ત્યારે, ઉત્પાદકો એ સૌ પ્રથમ પોતાના ફાઇનાન્સ ઉપર ગંભીરતા થી નિયંત્રણ મેળવી લેવું જોઈએ, ઓટોમાઇઝેશન થી ઉત્પાદક પોતાની લેબર ઘટાડી શકે, તથા બિનજરૂરી ખર્ચ, અને રિસોર્સમાં નાણાં ખર્ચ ઘટાડી શકાય. ઉદ્યોગ વ્યાપારમાં તમામ રિસોર્સ નો પૂરતો ઉપયોગ લઇ શકાય છે કે નહિ તેની સમીક્ષા પણ એક એન્ટરપ્રેન્યોરએ કરતા રહેવી જોઈએ. જે રિસોર્સ માટે નાણાં ખર્ચ કરી રહી છે કમ્પની જો તે નાણાંખર્ચ નફાકારકતા કે પૂરતા આઉટપુટમાં પરિણામિત નથી થતું તો એ ખર્ચ ખોટ માં ચોક્કસ પરિણામિત થઇ શકે. ખાસ વ્યાપાર ધંધા માં લીધેલ કર્જ (લોન, ઓડી) હોય તો તે સહુલિયત નો બુદ્ધિપૂર્વક અને ગણતરીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ઘંઘાની નીતિ માં પણ બદલાવ લાવવો જોઈએ. જેમ કે ગ્રાહકોને આપવામાં આવતી લાંબાગાળાની ક્રેડિટનો સમયગાળો ઘટાડવો, રોકડ ખરીદી - રોકડ વેચાણ (રોકડ ખરીદી થી રો મટીરીયલ સારા ભાવે ઉપલબ્ધ બને છે, જયારે રોકડ વેચાણ (રોકડ વેચાણ અર્થાત, પેમેન્ટ વિથ ડીલેવરી થી વર્કિંગ કેપિટલની તંગી નથી રહેતી). કોઈ પણ ઉત્પાદક / વ્યાપારી એ ખાસ પોતાના હ્યુમન રિસોર્સ મુદ્દે ગંભીર બનવું પડે. સંતુષ્ટ કર્મચારીઓ સંસ્થાની નફાકારતા વધારે છે. આળશું કર્મચારી કે સંતુષ્ટ કર્મચારી એ એન્ટરપ્રેન્યોરએ પોતે શુદ્ધબુદ્ધિપૂર્વક નક્કી કરવું પડે. કોઈ પણ સંસ્થાના નફાના પાયામાં સંતુષ્ટ કર્મચારી રહેલ હોય છે.
વ્યવસાયિક અને નૌકરિયાતો એ પોતાની સ્કિલ, જ્ઞાન અને કાર્યક્ષમતામાં સતત વૃદ્ધિ કરતા રહેવું પડે છે. સારા, જ્ઞાની વિષયનિસનાત કર્મચારીઓ ની દરેક જગ્યા એ જરૂર રહે છે. વૈસ્વિક મંદી ના સમયે જયારે એક કમ્પની કર્મચારી મુક્ત કરે ત્યારે સ્કિલ, જ્ઞાન અને કાર્યક્ષમતા વાળા કર્મચારીઓ ને અન્ય કમ્પનીઓ સારી ઓફર આપી રાખી લ્યે છે. આથી નૌકરિયાત વર્ગ એ હંમેશા જીવનની ચેલેન્જ માટે પોતાને તૈયાર રાખવા જોઈએ. નવી ટેક્નોલોજી, વિષય જ્ઞાન માં વધુ ને વધુ પારંગતતા પ્રાપ્ત કરતા રહેવા થી મંદીના સમયમાં પણ કોઈ વાંધો આવતો નથી.
ઇન્ટરનૅશન મોનિટરી ફંડ દ્વારા ૨૦૨૩માં વૈસ્વિક મંદીનું સૂચન આપવામાં આવેલ છે. આ સમયે પ્રવર્તમાન કેન્દ્ર સરકારની મજબૂત આર્થિક નીતિ ને કારણે ભારતમાં બહુ અશર જોવા નહિ મળે, અને દરેક એન્ટરપ્રેન્યોર સૂચિત સાવધાની સાથે પોતાનો વ્યવસાય ચલાવે તો તેઓ ને વૈસ્વિક મંદીમાં પણ સારી વ્યાપારી તકો પ્રાપ્ત થઇ શકે, અને આફત ને અવશરમાં પરિણામિત કરી શકે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો