અંતતઃ ઘેલા સોમનાથ જળાભિષેકઃ ચાર્જ પાછો ખેંચાયો
શ્વાસ ઇન્ડિયા તથા સર્જન ફાઉન્ડેશનના ધ્યાને ઘટના, ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેકઃ માટે જસદણના અસી. કલેકટર દ્વારા રૂ. ૩૫૧ નો ચાર્જ લાદવામાં આવેલ. આ બાબતની ખરાઈ કરી, સર્જન ફાઉન્ડેશન દ્વારા અસી. કલેકટર તથા શ્વાસ ઇન્ડિયા દ્વારા રાજકોટ કલેકટર તથા જનરલ સેક્રેટરી પંકજ કુમાર ને રજુઆત કરવામાં આવેલ. જવાબદાર પ્રખ્યાત અખબારો તથા સોસીયલ મીડિયામાં આ મુદ્દે રજુઆતના અનુસંધાને અંતે ઘેલા સોમનાથ જળાભિષેકઃ માટે નો ૩૫૧ નો ચાર્જ પાછો ખેંચાયો. શ્વાસ ઇન્ડિયા તથા સર્જન ફાઉન્ડેશન પ્રજાનો અવાજ બની પ્રજાહિતમાં કામ કરતી સંસ્થા છે. શ્વાસ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ ભાર્ગવ ઠાકર, તથા સર્જન ફાઉન્ડેશનના સુરેશભાઈ પરમારએ આ તબ્બકે કલેકટર રાજકોટ તથા જનરલ સેક્રેટરી પંકજ કુમારને આભાર વ્યક્ત કરેલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો