રવિવાર, 1 જાન્યુઆરી, 2023

 નિયમોની કડક અમલવારી સુખાકારી માટે જરૂરી. 

        કડક નિયમો અને તેની અમલવારી સુખાકારી માટે હોય છે, ટ્રાફિક ના નિયમો જેટલા કડક બનાવવામાં આવે એટલી જ સહુલિયત લોકો ને મળે. ભારતમાં વસતો વ્યક્તિ, વિદેશ પસંદ કરે છે, કારણ ! ત્યાં સુખાકારી છે, વિદેશમાં સુખાકારી છે, કારણ ત્યાં કડક નિયમો છે, અને તેના ભંગ બદલ કડક સજા પણ છે. યુ.એસ, યુ.કે, અરબ દેશો, માં નિયમો અને તેની અમલવારી કડક છે. આથી આ આપણે ત્યાં મુલાકાત લેવા તલપાપડ થઈએ છીએ, પણ આપણા દેશમાં કડક નિયમો કે તેની કડક અમલવારી સ્વીકારતા નથી. નોટબંધી આવી, જે સુઆયોજિત રીતે જીવન જીવતા હતા તેઓ ને કોઈ જ તકલીફ પડી નહિ, જેઓ મોટી રકમ ઘરે રાખતા તેઓ માટે તકલીફ નું સર્જન થયું. જે કોઈ સમસ્યાઓ જણાય દેખાય તેનું નિરાકરણ કડક નિયમો અને તેની અમલવારી થી જ શક્ય છે. પ્રવર્તમાન સરકાર જનહિત મુદ્દે સમર્પિત છે, અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિસ્વાર્થ દેશની સેવામાં અવિરત કાર્ય કરી રહ્યા છે. તેઓના હાથને વધુ મજબૂત કરીયે. જે નિયમો છે, તેની કડક અમલવારી તથા જે જરૂરી છે તેવા નિયમોનું જાહેર થવું બંને જનહિત સુખાકારી માટે જરૂરી છે. વિદેશ જઈ ત્યાં તેઓના કાયદા પાડવા કરતા ભારતમાં જ કડક નિયમો અને તેની અમલવારી કરાવી દેશમાંજ વિદેશ જેવું વાતાવરણ ઉભું કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. કડક નિયમો અને તેની અમલવારી સુખાકારી માટે જરૂરી. 



ટિપ્પણીઓ નથી:

When to take life insurance!

When to take life insurance!             When it comes to life insurance, almost everyone takes out a life insurance policy, the main object...