તાલિબાન (અફઘાનિસ્તાન) સરકાર વિશ્વશાંતિ માટે જોખમી !
તાલિબાન (અફઘાનિસ્તાન) - તાલિબાન ના તાબા હેઠળ અફઘયનીસ્તાન આવવા થી તેઓ પાસે એક તાકાત આવી ગયેલ છે, વિશ્વ નું લગભગ નિયંત્રણ નથી તેવું પ્રતીત થઇ રહ્યું છે. ભારતમાં નોટબંધી પછી ટેરર ફંડ માં તકલીફ ઉભી થઇ રહી છે, દેશમાં ટેરર એક્ટીવીટી કન્ટિન્યુ કરવા માટે ફંડ ની જરૂર પડે, પણ એ હાલની સ્થિતિમાં શક્ય નથી. આથી દેશમાં જ ટેરર એકટીવી કરવા માટે ફંડ મળી રહે તેવી વ્યસ્થા તાલિબાન કરી રહી હોય તેવા એંધાણ દેખાય રહ્યા છે. આ સ્થિતિને ફંડ રૂટિંગ પણ કહી શકાય. ડ્રગ્સની ખેતી અફગાનિસ્તાનમાં થઇ શકે છે, અને તેને ગુપ્ત રાહે વિક્સિત દેશોમાં પહોંચાડી તેનું ઉંચા ભાવે વેચાણ કરી, તે જ દેશ ની કરન્સી મેળવી તે જ દેશમાં ટેરર એક્ટિવિટી કરવા ની માનસિકતા ઉજાગર થઇ રહી છે. પાકિસ્તાન પણ આ વહેતી નદીમાં હાથ ધોઈ રહી હોય લાગી રહ્યું છે. હાલ ની પાક સરકાર આર્થિક રીતે મજબૂત અને અશક્ત છે. સમાચારોના અહેવાલ મુજબ તાલિબાન પાકિસ્તાનમાં પણ પગપેસારો કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે ભારતની ફૌજ અને ભારત ની વિદેશનીતિ ઉપર દેશની જનતા ને પૂરો ભરોષો છે. પણ આ સ્થિતિ અરાજકતા માં વૃદ્ધિ કરી શકે.
તાલિબાન ટેરર એક્ટિવિટી માટે ડ્રગ્સ ઘુસાડી દેશની કરન્સી એકઠી કરવાનો મલિન ઈરાદો ધરાવે છે, અને આથી જ મોટ્ટા જથ્થામાં ડ્રગ્સ મોકલાઈ રહ્યું છે, ગુજરાત ની સક્ષમ પોલીસ આ મલિન ઈરાદાને નિષ્ફળ બનાવી રહી છે. તાલિબાન (અફઘાનિસ્તાન) સરકાર વિશ્વશાંતિ માટે જોખમકારક સાબિત થશે આવનારા ભવિષ્યમાં. દેશના લોકો ને જરૂર છે એક થવાની, પ્રવર્તમાન રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના હાથ વધુ મજબૂત કરવાની. ૨૦૧૪ પછી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત વૈસ્વિક ક્ષેત્રે મજબૂત બન્યું છે, અને આવનારા વર્ષ ૨૦૨૪માં તેના હાથને વધુ મજબૂત કરવા જોઈએ. એક ભારતીય તરીકે દેશ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુરક્ષિત છે. પણ, આંતરાષ્ટ્રીય સ્તરે તાલિબાનીઓની માનસિકતા જોખમરૂપ છે. વિશ્વના દેશોએ વિચારવાની જરૂર છે, તાલિબાનની આ માનસિકતા વિષે અગાઉ બ્લોગમાં ચર્ચા કરેલ, આજે દેશના ખ્યાતનામ અખબારોએ માનસિકતા વિષે ચર્ચા કરતા થાય છે. વિવિધ ખબર માધ્યમોથી મળતી માહિતી આધારે આ એનાલિસિસ રજુ કરેલ છે.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો