જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન યુવાઓ ને રોજગારી પ્રદાન કરશે.
જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન યુવાઓ ને રોજગારી પ્રદાન કરશે.
જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન (જીટા), બે દાયકાઓ થી કાર્યરત છે. જામનગર શહેર જિલ્લામાં આઈ.ટી ક્ષેત્રે કામ કરતા ડીલર, કન્સલ્ટન્ટ, વિક્રેતાનું આ એસોસિયેશન ગુજરાત સ્તરે ફીટાગ સાથે એફિલેશન ધરાવે છે. એસોસિયેશન દ્વારા ડીલર સભ્યો માટે વિવિધ પ્રવૃત્તિ, ટેક્નિકલ અવેરનેસ પ્રોગ્રામ વગેરે હાથ ધારવામાં આવતા હોય છે.
કેલન્ડર વર્ષ ૨૦૨૩માં જીટા અર્થાત જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન દ્વારા વેબસાઈટ લોન્ચ કરવામાં આવેલ, જેના દ્વારા જીટા (જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન) એ જામનગર શહેર / જિલ્લામાં નૌકરી વાંછુક યુવાનો માટે આઈ.ટી ક્ષેત્રમાં રોજગારી ની તક પુરી પાડવામાં આવી છે. www.jamnagarit.com વેબસાઈટ પર જઈ "CAREER WITH JITA" પર ક્લિક કરી યુવાનો પોતાની બાયોડેટા અપલોડ કરી શકશે. જીટાના (જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન) ડીલર મિત્ર ને જરૂરિયાત અનુસાર આ ડેટા મેળવી ઉમેદવારો ને ઇનરવ્યું માટે બોલાવવવામાં આવશે.
જામનગર શહેર જિલ્લામાં આઈ.ટી ક્ષેત્રમાં, પાર્ટ ટાઈમ / ફૂલ ટાઈમ / આઈ.ટી / વાણિજ્ય ક્ષેત્રે (એકાઉન્ટિંગ) / ઓફિસ આસિસ્ટન્ટ સહીત વિવિધ કેટેગરીમાં જોબ મેળવવા માટે www.jamnagarit.com વેબસાઈટ પર જઈ "CAREER WITH JITA" પર ક્લિક કરી બાયોડેટા અપલોડ કરવા જીટા જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન પ્રેસિડેન્ટ ભાર્ગવ ઠાકર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
જીટા (જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન) ના આ અભિગમને ફીટાગ સહીત સૌરાષ્ટ્ર સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ એસોસિયેશન રાજકોટ દ્વારા બિરદાવવામાં આવેલ. આ અભિગમ ને સફળ બનાવવા માટે જીટા પ્રેસિડન્ટ ભાર્ગવ ઠાકર, વાઇસ પ્રેસિડન્ટ યતીન ત્રિવેદી, સેક્રેટરી દિવ્યેશ શેખા, જોઈન્ટ સેક્રેટરી અમિત મહેતા, ટ્રેઝરર પરેશ આલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. જીટા પ્રેસિડન્ટ ભાર્ગવ ઠાકરના પ્રેસ રિલીઝ દ્વારા જણાવવામાં આવેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો