શનિવાર, 14 જાન્યુઆરી, 2023

જીવન વીમો લો ત્યારે !

 

જીવન વીમો લો ત્યારે !

જીવન વીમો લો ત્યારે !, લગભગ દરેક વ્યક્તિ, જીવન વીમા પોલિસી ઉતરાવે છે, જેનો મુખ્ય ઉદેશ ૧]. બચત, ૨]. સુરેક્ષ, ૩]. ટેક્સ પ્લાનિંગ, ૪]. પેંશન પ્લાન. ઇત્યાદિ.

        જીવન વીમો ઉતરાવવા સમયે ખાસ હોય છે, વ્યક્તિ જે મુખ્ય કમાનાર ને અકાળે કઈ થઇ જાય, તેનું મૃત્યુ થાય ત્યારે પરિવારને આર્થિક તકલીફ ન પડે, બીજો ઉદેશ હોય છે, ક્રિટિકલ ઈલનેશ અર્થાત એવી સ્થિતિ કે મુખ્ય વ્યક્તિ (વીમો ઉતરાવનાર) ને એવી કોઈ બીમારી થાય, કે અકસ્માત ઘટે કે તે પોતાની અર્થ ઉપાર્જન ની પ્રવૃત્તિ કરી શકતા નથી. ત્યારે આ વીમો કામ લાગે. વીમો ઉતરાવવા સમયે ધ્યાને રાખવાના મુદ્દા

- વીમો ઉતારનાર દરેક વ્યક્તિ (એજન્ટ) આઈ.આર.ડી.એ અર્થાત (Insurance Regulatory and Development Authority) નું લાઇસન્સ ધરાવતા હોય છે.

- દરેક આઈ.આર.ડી.એ લાઇસન્સ ધરાવતા વ્યક્તિ ની મુખ્ય ફરજ હોય છે કે તે વીમા વિષે સંપૂર્ણ સાચી માહિતી ગ્રાહક ને રજુ કરે.

- વીમો ઉતરાવતા પહેલા એજન્ટ ને તમારી જરૂરિયાત સમજાવો. જેથી તે તમારી જરૂરિયાત અનુસાર વિવિધ વિના પોલિસી માં લગત સ્કીમ સમજાવી શકે.

- વીમા પોલિસી ઉતરાવવાનું નક્કી થાય ત્યારે ખાસ ક્ષેત્રીય ભાષામાં પોલિસીની દરેક ટર્મ્સ ની પ્રિન્ટઆઉટ મંગાવી. અને શક્ય હોય તો એજન્ટ કે કંપનીના બ્રાન્ચ મેનેજર ની સહી લેવી.

- વીમા એજન્ટ ની વિગતો જેને પોલિસી સમજાવી હોય (તેનું કે.વાય.સી) ની ફોટો કોપી ફાઈલ માં રાખવી.

- વીમા પોલિસી લેતા સમયે જાતે દેશી ગણતરી કરી લેવી, તથા "Subject to market risk" જેવા શબ્દો સાથે મળતી પોલિસી ન લેવી, એન.એ.વી બેઇઝ કે ફ્લોટિંગ રિટર્ન વાળી પોલીસ ન લેવી. કેમ કે જીવન વીમા પોલિસી આફ્ટર ડેથ રિસ્ક કવર કરવા માટે લેવામાં આવતી હોય છે, રિટર્ન મેળળવા માટે નહિ.

- શક્ય હોય તો ટર્મ પ્લાન લેવો, જેમાં ખુબ નજીવા પ્રીમિયમ થી ખુબ ઉંચી રકમનો વીમા કવચ પ્રાપ્ત થાય. ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ સર્ટિફિકેટ કે અન્ય માધ્યમ માં અભિયાસ કરી રોકાણ કરવું.

- શક્ય હોય તો વીમા કવચ સાથે ઇન્વેસ્ટમેન્ટ ની ગણતરી ન કરવી.

- પોલિસીમાં ઉપરોક્ત બાબતો ધ્યાને લઇ પોલિસી નક્કી કરવામાં આવે, ત્યાર બાદ ડેથ ક્લેમ માટે ની પ્રોસિઝર ની વિગત મેળવી. ક્યાં, કઈ રીતે ડેથ ક્લેમ કરવો. શું કાગડો ની જરૂર પડશે ! વગેરે. પ્રથમ દ્રષ્ટિ એ ડેથ ક્લેઇમ પોઇન્ટ ઓફ કોન્ટેક, ગ્રેવન્સીસ અધિકારી, વીમા કંપનીના ઉચ્ચ અધિકારી, આઈ.આર.ડી.એ ના ગ્રેવન્સીસ સેલ ની માહિતી પણ વીમા કમ્પની ની ફાઈલ માં ઉપર નોંધી રાખો. કેમ કે, વીમો ઉતારનાર વ્યક્તિ ને વ્યહારુ કે કાયદા નું જ્ઞાન હશે, પણ ડેથ પછી ઘર પરિવારના સભ્યો ઓફિસે - ઓફિસે - ટેબલે - ટેબલે ધક્કા નહિ ખાય શકે.

- નાની ઉંમરે વીમો ઉતરાવવામાં આવે તો પ્રીમિયમ ની રકમ ગણતરીપૂર્વક નક્કી કરવી. જતી ઉંમરે પરિવાર ની વિવિધ જવાબદારી વધતા ખર્ચ ને ધ્યાને રાખવું. એક કરતા વધુ વીમા ઉતરાવી શકાય.

- વીમા નું પ્રીમિયમ દર વર્ષે ચૂકવવાનું હોય, તહેવારો ના સમયે વીમો ન ઉતરાવવો, કારણ કે દર વર્ષે તહેવાર સમયે એ પ્રીમિયમ ચૂકવવાનું થાય જેનું હંમેશા ધ્યાન રાખવું.

- વીમો ઉતાવમાં આવે તેની જાણ ઘર પરિવાર ના સભ્ય ને કરવી, તથા વીમાની દરેક ટર્મ ને પણ ઘર પરિવાર ના સભ્યો ને સમજાવી રાખવા.

- સેન્ટર ગોવેર્નમેન્ટ અન્ડર ટેઇકીંગ કમ્પની પાસે થી વીમો ઉતારવા નો આગ્રહ રાખવો જોઈએ.

વીમો ઉતારવા પહેલા આ સામાન્ય ગાઈડ લાઈન સૂચિત. વીમો લેતી વખતે પૂરતી સાવધાની રાખવી, જેથી વીમા ક્લેઇમ સમયે પાછળ વાળા ને કોઈ તકલીફ ન પડે, કે કોઈ લીગલ લીટીગેશનમાં ન પડવું પડે, ઈશ્વર ન કરે કોઈ લીગલ ડિસ્પ્યુટમાં જવાનું થાય, તો પાછળ વાળા માટે લીગલ કેશ લાડવા માટે મજબૂત વિગતો ફાઈલ માં ઉપલબ્ધ રહે.

 

 



 

ટિપ્પણીઓ નથી:

When to take life insurance!

When to take life insurance!             When it comes to life insurance, almost everyone takes out a life insurance policy, the main object...